News of Tuesday, 6th May 2025
ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથક પર આજે સતત બીજા દિવસે ભારે પવન ક'રા સાથે કમોસમી વરસાદનો માહોલ છવાયો
જેસરના શાંતિનગર, કોટામુઈ, ચિરોડા, ઉગલવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો : ભાવનગર જિલ્લાના અલંગ પંથકના સોસીય, મણાર, કઠવા, સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા

ભાવનગર તા.૬ : રાજ્ય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ઘણા વિસ્તારોમાં તો વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા. વરસાદ સાથે ભારે પવનને કારણે લોકોના ઘરો પણ ધરાશાયી થયા હોવાના સમાચાર મળ્યા છે. તો ઘણી જગ્યાએ કાચા ઘરોના પતરા ઉડ્યાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મઠક પર ભારે પવન કરા સાથે કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીના પગલે જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે.
ભાવનગર જિલ્લાના દરિયા વિસ્તારમાં પણ કમોસમી વરસાદનું આગમન
જેસરના શાંતિનગર, કોટામુઈ, ચિરોડા, ઉગલવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લાના દરિયા વિસ્તારમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું છે. જિલ્લાના અલંગ પંથકના સોસીય, મણાર, કઠવા, સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદના જાપટા શરૂ થયા છે.
ગરમીમાં લોકોને મળી રાહત, તો ખેડૂતોને નુકસાન થવાનો ઉભો થયો ભય
ભર ઉનાળે વરસાદ આવતા લોકોને એક બાજુ ગરમીથી રાહત મળી છે, તો બીજી બાજુ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન થવાનો ભય ઉભો થયો છે. હજી પણ જો વરસાદ આવશે તો જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
