<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદનું જોરદાર આગમન : ઉનાળુ પાકને નુકસાનની ભીતિ : જુઓ વિડિયો

કાલાવડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે માવઠું : ખેડૂતો ચિંતાતુર

જામનગર, તા. ૬: જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં આજે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. કાલાવડ ઉપરાંત નવાગામ, મોટી વાવડી, જાલાસણ, નિકાવા, આણંદપર, પાતા મેઘપર, વડાળા અને જામવાળી સહિતના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ભર ઉનાળામાં અણધાર્યો વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક જેવા કે મગ, તલી અને અડદમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, ઘણા ખેડૂતોના ખેતરોમાં ડુંગળી અને લસણના તૈયાર પાક ખુલ્લામાં પડ્યા હોવાથી વરસાદના કારણે તે બગડવાની શક્યતા પણ વધી ગઈ છે. અચાનક આવેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી પરંતુ ખેડૂતો માટે આ માવઠું આફતરૂપ સાબિત થઈ શકે છે.

 

(5:02 PM IST)