<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

મોરબીમાં પણ કાલે બુધવારે ઈમરજન્સી સાયરન વાગશે, યુદ્ધ અંગેની મોકડ્રિલ યોજાશે : કલેકટરની જાહેરાત.

સાંજે 4 વાગ્યે જાહેર ભીડ વાળા સ્થળોએ મોકડ્રિલ થશે : સમગ્ર જિલ્લામાં રાત્રે 7:45થી 8:15 સુધી લાઈટ બંધ રાખવાની સૂચના.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: એવી ઘડી છે કે જેમાં આપણે આપણો રાષ્ટ્રપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે. આવતીકાલે રાત્રે 7: 45 થી 8:15 કલાક સુધીમાં આપણા જિલ્લાની તમામ હોસ્પિટલ તેમજ જરૂરી સંસ્થાઓ સિવાય તમામ ઘરો, તમામ વેપારી પ્રવૃત્તિ થતી જગ્યાઓ, ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાના સ્થળોએ લાઈટ બંધ રાખવામાં આવે. તમામ લોકો આ અંધારપટમાં અવશ્ય સહકાર આપે અને દેશના હિત માટેની આ પ્રવૃત્તિને સફળ બનાવે તેવી હું અપીલ કરું છું.

 

અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન થાય તેવી અપીલ છે. આપણે કચ્છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય.

 

એવી ઘડી છે કે જેમાં આપણે આપણો રાષ્ટ્રપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે. આવતીકાલે રાત્રે 7: 45 થી 8:15 કલાક સુધીમાં આપણા જિલ્લાની તમામ હોસ્પિટલ તેમજ જરૂરી સંસ્થાઓ સિવાય તમામ ઘરો, તમામ વેપારી પ્રવૃત્તિ થતી જગ્યાઓ, ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાના સ્થળોએ લાઈટ બંધ રાખવામાં આવે. તમામ લોકો આ અંધારપટમાં અવશ્ય સહકાર આપે અને દેશના હિત માટેની આ પ્રવૃત્તિને સફળ બનાવે તેવી હું અપીલ કરું છું.

 

અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન થાય તેવી અપીલ છે. આપણે કચ્છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય.

(7:56 PM IST)