<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

જામનગરમાં ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું સફળ સમાપન : ગુજરાતના યુવા તલવારબાજોએ કૌશલ્ય દાખવી મેડલ જીત્યા

ઇપી, ફોઈલ અને સેબર ઇવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની વહેંચણી : જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓનું સન્માન

જામનગર : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ ૩.૦ ની ફેન્સીંગ રમતની રાજ્યકક્ષાની ભાઈઓ અને બહેનોની તમામ એજ ગ્રુપની સ્પર્ધાનું જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ઇન્ડોર હોલ ખાતે તા. ૨૫/૦૪/૨૦૨૫ થી તા. ૦૫/૦૫/૨૦૨૫ દરમિયાન સફળતાપૂર્વક સમાપન થયું. જિલ્લા વહીવટી તંત્ર જામનગર તેમજ જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા આ સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ફેન્સીંગ સ્પર્ધામાં ઇપી, ફોઈલ અને સેબર જેવી ત્રણ મહત્વની ઇવેન્ટનો સમાવેશ કરાયો હતો, જેમાં ગુજરાતભરના યુવા તલવારબાજોએ પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
સ્પર્ધાના અંતર્ગત, તા. ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ અંડર-૧૭ વય જૂથની બહેનોની ત્રણેય ઇવેન્ટની ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઇપી ઇવેન્ટમાં મહેસાણાની ચૌધરી સિદ્ધીબેને ગોલ્ડ મેડલ, જામનગરની ભક્તિ રાબડીયાએ સિલ્વર મેડલ, જ્યારે સાબરકાંઠાની અર્ચના પરમાર અને ગાંધીનગરની હિમાંશી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં ગાંધીનગરની દિવ્યા માલીએ ગોલ્ડ મેડલ, અમદાવાદની પુરોહિત હિમાક્ષીએ સિલ્વર મેડલ અને જુનાગઢની બાપોદરા રંજુ તેમજ ગાંધીનગરની માહી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સેબર ઇવેન્ટમાં ગાંધીનગરની હેતલ ચાવડાએ ગોલ્ડ મેડલ, મહેસાણાની જીનલ ચૌધરીએ સિલ્વર મેડલ અને ગાંધીનગરની ખુશી પ્રજાપતિ તથા ગાંધીનગરની દિશા પારધીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
ત્યારબાદ, તા. ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ઓપન એજ ગ્રુપની બહેનોની ત્રણેય ઇવેન્ટની ફાઇનલ સ્પર્ધામાં ઇપી ઇવેન્ટમાં પાટણની મિતવા ચૌધરીએ ગોલ્ડ મેડલ, મહેસાણાની ચૌધરી ધ્રુવીએ સિલ્વર મેડલ અને સાબરકાંઠાની ચૌધરી અમીશ તેમજ પટેલ ભક્તિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં બનાસકાંઠાની સમેજા ખુશીએ ગોલ્ડ મેડલ, બનાસકાંઠાની ચૌધરી શીતલે સિલ્વર મેડલ અને જામનગરની આસ્થા અસ્તિક તેમજ ગાંધીનગરની ગોપી મારતોલીયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર ઇવેન્ટમાં ગીર સોમનાથની બારડ વંદિતાએ ગોલ્ડ મેડલ, બનાસકાંઠાની રાજપુરિયા આશાએ સિલ્વર મેડલ અને જામનગરની ધર્મિષ્ઠા સોલંકી તથા સુરેન્દ્રનગરની ઝાલા અંજનાબાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત, તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ અંડર-૧૪ ભાઈઓની ફેન્સીંગની ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ફોઈલ ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના ઠાકોર રોહિતે ગોલ્ડ મેડલ, અમદાવાદના વૈશ્વિક ગોખલેએ સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના રોજસરા અરદીપ તેમજ અમદાવાદના આર્જવ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર ઇવેન્ટમાં સુરેન્દ્રનગરના ત્વયા આકાશે ગોલ્ડ મેડલ, સુરેન્દ્રનગરના જાડેજા છત્રપાલસિંહે સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના સાભડ નૈતિક તથા મહેસાણાના ચાવડા અનિકેતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અંતમાં, તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ અંડર-૧૭ ભાઈઓની ત્રણેય ઇવેન્ટની ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી. અંડર-૧૭ ભાઈઓની ઇપી ઇવેન્ટમાં મહેસાણાના ચૌધરી મનીષે ગોલ્ડ મેડલ, મહેસાણાના પટની વિક્રમે સિલ્વર મેડલ અને સુરેન્દ્રનગરના પરમાર પવન તેમજ ચૌહાણ અરમાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફોઈલ ઇવેન્ટમાં મહેસાણાના ઠાકોર સતીશે ગોલ્ડ મેડલ, સુરેન્દ્રનગરના સિસોદિયા ચંદ્રરાજસિંહે સિલ્વર મેડલ અને મહેસાણાના મકવાણા અલ્પેશ તેમજ સુરેન્દ્રનગરના ઝાલા હાર્દિકે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ રોમાંચક મુકાબલાને નિહાળવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી કમિશ્નર ડી.એ.ઝાલા, સિટી એન્જિનિયર બી.એન.જાની, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશ રાવલીયા, ડિસ્ટ્રીક્ટ કોચ રીનાબા ઝાલા, રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધાના નોડલ ઓફિસર અને ડિસ્ટ્રીક્ટ કોચ રોશન થાપા અને ફેન્સીંગ રમતના હેડ કોચ અનીલ ખત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રેકશૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

(11:10 PM IST)