News of Wednesday, 7th May 2025
પોરબંદર નજીક બાઇક પાછળ બેઠેલ મહિલા ફંગોળાય જતા મોત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. હાઇવે ઉપર બાઇક ઉપર પુત્ર સાથે જઇ રહેલા જમનાબેન અશોકભાઇ (ઉ.૪૧) અકસ્માતે બાઇક ઉપરથી ફંગોળાય જતાં જમનાબેનનું ગંભીર ઇજા બાદ મોત નિપજયું છે.
અકસ્માતમાં મરનાર મહિલા પોરબંદર નજીક ધાર્મિક સ્થળે દર્શન માટે જઇ રહેલ હતાં. રસ્તામાં અકસ્માતે જમનાબેન બાઇક ઉપરથી નીચે પડી જતાં તેમને માથામાં ગંભીર ઇજા થયેલ અને જમનાબેનનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવેલ છે. (પ-૭)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
