News of Wednesday, 7th May 2025
લાખણકામાં પ્રેમી પંખીડાની હત્યા ?
વિંછીયા મામલતદારને રજૂઆત : કેસ રીઓપન કરવા માગણી : ઉપવાસની ચીમકી

વઢવાણ, તા.૭: રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતા એક પરીવારની સગીર દિકરીને સાયલા તાલુકાના કોટડા ગામનો યુવાન ૨૨ વર્ષીય ચીરાગ લઘુભાઈ ધોરીયા ભગાડીને લઈ ગયો હતો. જેમાં સગીરાના પિતાએ વીંછીયા પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રેમી પંખીડાઓ ભાગીને ચોટીલા તાલુકાના લાખણકાની સીમમાં આવેલ વાડીએ આવ્યા હતા. સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હોવાની જાણ થતા ઙ્કેમી પંખીડાએ વાડીની ઓરડીમાં તા. ૩૦-૧૧-૨૪ના રોજ લોખંડની પાઈપ સાથે એક જ દોરી બંધી સજોડે આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવમાં ચોટીલા પોલીસે જે તે સમયે એડી નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમીતીના નેજા હેઠળ દિકરીના પરીવારજનોએ તા. ૨-૫ના રોજ વીંછીયા મામલતદાર કચેરીએ લેખીત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ બન્ને મળતકોના શરીર પર ઈજાના નીશાન હતા. આ બન્નેને ન દિકરાવાળાએ ન દિકરીવાળાએ પરંતુ અન્ય શખ્સોએ મારી નાંખ્યા છે. આથી આ આપઘાત નહી પરંતુ હત્યાનો બનાવ હોવાનું કહી આ કેસ રી-ઓપન કરાવા માંગણી કરાઈ છે. જો આ કેસ રી-ઓપન ન થાય તો તા. ૧૫-૫ના રોજ વીંછીયા મામલતદાર કચેરી સામે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારાઈ છે.(૨૩.૩)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
