<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જામનગર, મોરબી, ભાવનગર જીલ્લામાં મોકડ્રીલઃ રાત્રે લાઇટ બંધ રાખવા સુચના

ઇમરજન્‍સી સાયરન વાગશે અને યુધ્‍ધ અંગેની મોકડ્રીલ યોજીને માહિતી અપાશે

રાજકોટ તા. ૭ :.. સંભવિત યુધ્‍ધની સ્‍થિતિ સર્જાય તો નાગરીકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે આજે જામનગર, મોરબી, ભાવનગરમાં મોકડ્રીલ યોજાશે. અને રાત્રીના વિજ પુરવઠો બંધ રાખવા આદેશ કરાયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર   :..  કેન્‍દ્રીય ગળહ મંત્રાલયે તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને તા.૭ મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્‍યો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્‍ટર  કેતન ઠક્કર, મ્‍યુનિસિપલ કમિશનર  ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્‍પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ દ્વારા મોકડ્રીલના આયોજન અંગે મહત્‍વપૂર્ણ બેઠક યોજી સૂચિત એક્‍શન પ્‍લાનની સમીક્ષા કરી હતી. બેઠક બાદ અધિકારીશ્રીઓ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી મોકડ્રિલ અંગેની વિગતો જાહેર કરાઈ હતી.

કટોકટીની સ્‍થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિヘતિ કરી શકાય એ માટે આયોજિત બેઠક અને પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન કલેક્‍ટર કેતન ઠક્કરે જણાવ્‍યું હતું કે, મોકડ્રીલ દ્વારા આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મુખ્‍ય હેતુ છે. તા.૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્‍યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૪.૦૦ વાગ્‍યે સાયરન વાગશે. રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્‍લેક આઉટ કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્‍થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગળત્ત રાખવા માટે મોકડ્રીલ યોજાવાની હોવાથી નાગરિકોએ ભયભીત ન થવા, અફવાથી દૂર રહેવા તેમજ તંત્રને ઉચિત સહયોગ આપવા તેઓએ ભારપૂર્વક જણાવ્‍યું હતું.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી :.. આજે ે રાત્રે ૭-૪૫ થી ૮-૧૫ કલાક સુધીમાં આપણા જિલ્લાની તમામ હોસ્‍પિટલ તેમજ જરૂરી સંસ્‍થાઓ સિવાય તમામ ઘરો, તમામ વેપારી પ્રવળત્તિ થતી જગ્‍યાઓ, ઉદ્યોગો તેમજ અન્‍ય સંસ્‍થાના સ્‍થળોએ લાઈટ બંધ રાખવામાં આવે. તમામ લોકો આ અંધારપટમાં અવશ્‍ય સહકાર આપે અને દેશના હિત માટેની આ પ્રવળત્તિને સફળ બનાવે તેવી હું અપીલ કરું છું.

અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્‍યું કે આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન થાય તેવી અપીલ છે. આપણે કચ્‍છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય.

અંતમાં જિલ્લા કલેકટરે જણાવ્‍યું કે આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન થાય તેવી અપીલ છે. આપણે કચ્‍છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય.

ભાવનગર

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર :.. ભાવનગર જિલ્લામાં આજરોજ થનાર બ્‍લેક આઉટ અંગે કલેકટર કચેરીના વિડીયો કોન્‍ફરન્‍સ હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલએ માહિતી આપી હતી.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેકટર એન. ડી. ગોવાણી ઉપસ્‍થિત રહ્યા હતાં.

(11:20 AM IST)