<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

સવારે ધૂપ-છાવઃ માવઠાથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભારે નુકશાન

ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, જીલ્લામાં કમોસમી વરસાદ પડતા પાકને ભારે નૂકશાન થયુ

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં છેલ્લા બે-ત્રણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે પણ અનેક જગ્‍યાએ વરસાદ પડયો હતો.

જો કે આજે સવારથી ધુપ-છાંવનો માહોલ છવાયો છે.

છેલ્લા ર-૩ દિવસથી થયેલ માવઠાના કારણે સર્વત્ર ભારે નુકશાન થયું છે. ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, જીલ્લામાં કમોસમી વરસાદ પડતા પાકને ભારે નુકશાન થયું છે.

માણાવદર

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર :

માણાવદર શહેર માં ગત રાત્રે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે ફુંકાયેલા પવન સાથે વરસાદ પડતાં રાજમાર્ગો ઉપર થી પાણી નીકળી ગયા હતા એક બાજુ ઉનાળો અને ભારે ઉકળાટ થી પશુ પક્ષી અને માનવ જિંદગી ત્રસ્‍ત થઈ ગઈ હતી તેમાં કમોસમી વરસાદ પડ્‍યો અચાનક સર્જાયેલા વરસાદ અને તોફાની પવન વીજળી ના ચમકારા કડાકા ભડાકા થી શહેર ધ્રુજી ઉઠ્‍યું હતું લોકો કડાકા ભડાકા થી સફાળા જાગી ગયા હતા રાત્રે અડધો ઈંચ વરસાદ પડ્‍યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૭, મહત્તમ તાપમાન ૩૪.પ, ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતિ ૯.ર કિ. મી. રહી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ :.. 

કમોસમી વરસાદથી ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયાં નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા રાજકોટ ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાઇ ગયા વાહન ચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો વરસાદથી પ્રસંગોમાં માંડવા પડી ગયા વળક્ષો ધરાશયી થયાં હતાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા વિજળી નાં કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ ખાબકયો હતોલાઈટો ત્રણ કલાક થી ગુલ થઈ ગય હતી જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા ભારે પવન સાથે વરસાદ વરસ્‍યો હતો આટકોટ જીવાપર પાંચ વડા વીરનગર સાણથલી વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસ્‍યો પાંચ વડા ચેકડેમ માં નવાં નીર આવ્‍યા હતા સાણથલી જીવાપર રોડ પર વળક્ષ ધરાશાય થયું હતું રોડ પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા ભારે પવન સાથે વરસાદ પડતા હાઇવે પર વાહનો પણ થંભી ગયા હતા. ૫૦ ની ઝડપે પવન ફુંકાયો હતો.

(11:21 AM IST)