<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

અમરેલી જીલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ : એકનું દબાઇ જતા મોત

અમરેલી, સાવરકુંડલા, લીલીયામાં બે, લાઠીમાં સવા બે, રાજુલા બાબરામાં દોઢ ઇંચ વરસાદઃ ૬૦ ની ઝડપે પવન ફૂંકાયોઃ કેરી અને બાજરીના પાકને નુકસાન

( અરવિંદભાઈ નિર્મળ દ્વારા )અમરેલી, તા., ૭:   અમરેલી જિલ્લામાં વાવાઝોડુ ત્રાટકી ભર ઉનાળે અષાઢી માહોલ સર્જી દહી ૬૦ ની ઝડપે પવન ફૂંકાય વળક્ષોનો શોથ સાથે બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને અને મકાનની પારાપેટ પડતા એક નુંદબાઈ જતા મોત નીપજ્‍યું હતું

 આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાવાઝોડાની અસરો શરૂ થઈ હતી અને વાતાવરણમાં એકાએક પલટો આવ્‍યો હતો ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને ૬૦ ની ઝડપે પવન ફૂંકાયો હતો સૌથી વધુ  ખાંભામાં અઢી અમરેલી સાવરકુંડલા લીલીયા માં બે રાજુલા બાબરામાં દોઢ ઇંચ જેટલુ આકાશમાંથી પાણી પડી ગયું હતું.

 જિલ્લાભરમાં અનેક જગ્‍યાએ પવનના કારણે વળક્ષો ધરાશાહી થયા હતા જ્‍યારે રાજુલાના વડલી ગામે રામજી મંદિર ની બાજુમાં રહેતા ભીખા રામ લક્ષ્મીરામ દુધરેજીયા નામના વળદ્ધ ઉપર અચાનક જોરદાર પવન તથા વરસાદને કારણે મકાનની પારાપીટ કેબિન ઉપર પડતા નીચે દબાઈ જવાના કારણે તેનું મોત થયાનું કાંતિભાઈ ભીખા રામ દુધરેજીયા દ્વારા રાજુલા પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કમોસમી વરસાદના કારણે જિલ્લામાં બાજરી અને કેરીના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્‍યું હતું.

(1:36 PM IST)