તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવું જોઇએ
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય સેના ઉપર અમને ગર્વ છે :પહેલગામ આતંકી હુમલામાં પતિ-પુત્ર ગુમાવનાર ભાવનગરનાં કાજલબેન પરમાર અને પરિવારે પાકિસ્તાન ઉપરની એરસ્ટ્રાઇકથી સંતોષ વ્યકત કર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭: આંતકી હુમલામાં પતિ,પુત્ર ગુમાવનાર ભાવનગરના કાજલબેન પરમાર અનેપરિવાર ભારતીય સેનાના દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવું જોઈએ.
કાશ્મીર માં પહેલગામમાં આંતકી હુમલામાં ભાવનગર ના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમાર ના મોત થયા હતા.
ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈ પરિવારે માન્યો સંતોષ કહ્યું કે હવે અમારા આત્મ જનોના આત્માને શાંતિ મળશે. મળતક યતિશભાઈ ના પત્ની કાજલબેન એ કહ્યું કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના ઉપર ગર્વ છે. (૭.ર૦)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
