News of Wednesday, 7th May 2025
ગોંડલમાં એક તો પુછ્યા વગર તાલપત્રી લઇ ગયા ને માથે જતાં પાઇપના ઘા ઝીંક્યા
ભરતને પડોશમાં જ રહેતાં કોૈટુંબીક ભાઇ કાના, કિશોર સહિતે ફટકાર્યો

રાજકોટ તા. ૭: ગોંડલમાં તાલપત્રી મામલે એક યુવાનને તેના જ કોૈટુંબીક ભાઇઓએ પાઇપના ઘા ફટકારી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે દાખલ થવું પડયું હતું.
ગોંડલમાં વોરાકોટડા રોડ પર નાળા પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતો અને ભંગારની ફેરી કરતો ભરત ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) રાતે પોતાના ઝૂપડા નજીક પંચપીરની ધાર પાસે રહેતાં કુટુંબી ભાઇઓ કાના અને કિશોર પાસે વાત કરવા જતાં આ બંનેએ ઉશ્કેરાઇ જઇ પાઇપથી હુમલો કરી દેતાં લોહીલુહાણ થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ભરતના કહેવા મુજબ મારા ઘર પાસે મારા મોટા ભાઇએ તેની તાલપત્રી રાખી હતી. આ તાલપત્રી કુટુંબી ભાઇ કાનો અને કિશોર મને પુછ્યા વગર લઇ જતાં હું આ બાબતે તેની સાથે વાત કરવા જતાં ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે ગોંડલ પોલીસને જાણ કરી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
