<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

જામનગર શહેરમાં વહીવટી તંત્ર ની મોકડ્રીલના આદેશના પગલે જામનગરના વિમાની મથકે પોલીસ દ્વારા સધન ચેકિંગ

જામનગર થી મુંબઈ તરફ જતી અને આવતી ફ્લાઈટ આજથી ત્રણ દિવસ માટે બંધ રખાવાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૭ :  જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જામનગરના એરપોર્ટ ઉપર પણ સધન ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના આદેશ અનુસાર એરપોર્ટ વિભાગના મહિલા પીએસઆઇ આર. કે. ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા આજે જામનગરના એરપોર્ટ ના દ્વારે સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી તલાસી લેવામાં આવી હતી. ઉપરાંત વાહનચાલકો વગેરેની પૂછપરછ પણ કરી લેવામાં આવી છે. જો કે કશું વાંધાજનક મળ્યું નથી.

 

 જામનગર થી મુંબઈ જતી અને આવતી ફ્લાઈટ કે જેને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, અને આ ત્રણ દિવસ દરમિયાન મુસાફરોને અવરજવર કરવા માટેની ટિકિટો કેન્સલ કરાઇ રહી છે.

(1:12 PM IST)