News of Wednesday, 7th May 2025
જૂનાગઢ જિલ્લામાં બપોરે મેઘમહેર : ચાર કલાકમાં અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો : વંથલીમાં સૌથી વધુ વરસાદ : જુઓ વિડીયો
વંથલીમાં અઢી, જૂનાગઢ, ભેસાણ અને મેંદરડામાં દોઢ ઇંચ, અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદથી વાતાવરણમાં ઠંડક

(વીનું જોશી દ્વારા) જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે બપોરના ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળામાં મેઘરાજાએ કૃપા વરસાવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અડધાથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સૌથી વધુ વરસાદ વંથલી તાલુકામાં નોંધાયો છે, જ્યાં અઢી ઇંચ પાણી વરસ્યું છે. જૂનાગઢ શહેર અને ભેસાણ તાલુકામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મેંદરડા તાલુકામાં પણ મેઘરાજાએ દોઢ ઇંચ જેટલી કૃપા વરસાવી છે.
આ ઉપરાંત, વિસાવદર અને માંગરોળ તાલુકામાં અડધો ઇંચ જ્યારે કેશોદ તાલુકામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયાહાટીના તાલુકામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો, જે ચાર કલાક સુધી ચાલુ રહ્યો હતો. આ વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ સમાચાર મળ્યા છે. જો કે, મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
