<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

સૌરાષ્ટ્ર પ્રાંતના રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ ભુજમાં શરૂ

ગુજરાતના ૫૩ સ્થળોની ૧૭૫ બહેનો લઈ રહી છે વિવિધ તાલીમ : 1936 માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિ નું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે 1936 માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિ નું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો બહેનો માટેનો રાષ્ટ્ર સેવિકા સમિતિ નો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં ભુજ ખાતે પ્રારંભ થયો છે.

સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રવેશ વર્ગ , ઘોષ વર્ગ ,બાલ વર્ગ અને ગૃહિણી વર્ગ તેમજ ગુજરાત ક્ષેત્ર નો પ્રબોધ વર્ગ તા.6 મે થી 21 મે દરમ્યાન  લેવા પટેલ કન્યા રતન ધામ, હરીપર ભુજ મધ્યે યોજવામાં આવેલો છે.

વર્ગ નું ઉદ્ઘાટન સત્ર 6 તારીખે યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રવેશ વર્ગ ના વર્ગાધિકારી મા પૂનમબેન રાવલ જૂનાગઢ અને પ્રબોધ વર્ગ ના વર્ગધિકારી મા.માલવિકા બેન ચોકસી અમદાવાદ તથા સંકુલ ના મા.કાંતા બેન વેકરીયા અતિથિ વિશેષ તેમજ ક્ષેત્ર કાર્યવાહિકા મા .રાજશ્રી બેન જાની અને પ્રાંત કાર્યવાહીકા મા.નીતાબેન જાની દ્વારા પુષ્પ અર્પણ અને વૈદિક હવન  દ્વારા વર્ગ ની શરૂઆત કરવામાં આવી હતી.

    શિક્ષિકા ઓ દ્વારા દંડ, નિયુદ્ધ( કરાટે), સમતા,ઘોષ( બેન્ડ ) નું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ગ માં કુલ 175 શિક્ષાર્થી ઓ જે આખા ગુજરાત ના કુલ 53 સ્થાન પર થી આવેલા છે. જેઓ પૂર્ણ સમય સંકુલ માં જ રોકાઈ ને ભારત માતા ની સેવા કરવા માટે પ્રાતઃ 5 થી લઈ રાત્રિ 10.30 સુધી શારીરિક, બૌદ્ધિક, ચર્ચા, ગીત જેવા વિવિધ સત્રો દ્વારા " નારી કભી ના હારી" જેવા સૂત્ર ને ચરિતાર્થ કરવા સ્વ ની સાધના કરશે.  15 શિક્ષિકા , 19 પ્રબંધિકા, 7 અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે...

      15 દિવસ ની સાધના અંતર્ગત બહેનો નો

શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે માટે યોગ,આસન, દંડ,નીયુધ્ધ , ઘોષ, સમતા , ચર્ચા જેવા અનેક વિવિધ વિષયોથી બહેનો નું ધડતર  થાય છે.

(9:39 AM IST)