<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

મોરબીમાં ખડકાયેલા જોખમી ર્હોડિંગ્‍સ અને બેનર દૂર કરાયા

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૮: વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં રહેલા જોખમી ર્હોડિંગ્‍સ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધી ચોકમાં ૪-૫ જેટલા જોખમી ર્હોડિંગો દુર કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ નટરાજ ફાટક પાસે રેલવે લાઈન પાસે રહેલા જોખમી ર્હોડિંગ દુર કરવામાં આવ્‍યા હતા.

મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્‍વપ્‍નિલ ખરેએ આ અંગે જણાવ્‍યું હતું કે, દર બુધવારે મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્‍તાઓ પર રહેલા બિનઅધિકળત બાંધકામ સામે કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ આજે અમારી ટીમ દ્વારા બિન અધિકળત ર્હોડિંગ્‍સ અને બેનર લાગેલા છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ચોમાસું નજીક છે ત્‍યારે કોર્પોરેશનની મંજૂરી વગરના જોખમી ર્હોડિંગ્‍સ અને બેનર હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે૧૩૦ જેટલા ર્હોડિંગ્‍સને જ મંજૂરી આપવામાં આવેલી છે. બાકીના ર્હોડિંગ્‍સ મંજૂરી વિના લગાવેલા છે. જો પવન કે વરસાદ આવે તો આવા ર્હોડિંગ્‍સના કારણે જાહેર જનતાને નુકસાન થઈ શકે છે.

(10:29 AM IST)