<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ધોરાજીમાં ૧ ઈંચ વરસાદ પડતા યાર્ડમાં જણસી પલળી ગઈઃ ખેડૂતો હેરાન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૦૮: ધોરાજીમાં બુધવારે બપોરે પણ અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી બપોરે ૩ વાગે ભારે બફારા બાદ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ આવતા એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો

ધોરાજી શહેર અને તાલુકા  પંથકમાં બપોરે ત્રણ વાગે ભારે પવન સાથે અચાનક વરસાદ શરૂ થતા લોકોમાં થોડીવાર માટે તો ડર લાગી ગયો હતો અને સતત ભારે પવનને કારણે વળક્ષો ડોલવા લાગ્‍યા હતા. તેમજ જાહેર માર્ગો ઉપર છાપરાઓ પણ હલવા લાગ્‍યા હતા આ સમયે લોકોમાં પણ ભય ફેલાઈ રહ્યો હતો અને ભારે પવનની સાથે વરસાદ ચાલુ રહેતા અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા અને એક કલાક જેવા સમયની વચ્‍ચે એક ઇંચ જેવો વરસાદ પડી ગયો હોય તેવું જાણવા મળી રહ્યું છે

આ બાબતે ખેડૂતો પણ અચાનક વરસાદ આવતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમજ માર્કેટિંગ યાર્ડની અંદર પણ જણસી પલળી ગઈ હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે

(11:29 AM IST)