<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

બિલ્‍ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોતઃ દ્વારકાનો બનાવ

બિલ્‍ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોતઃ દ્વારકાનો બનાવ

 

જામ ખંભાળીયા,તા.૦૮: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની બચુભાઈ ધુળાભાઈ મોહણીયા નામના ૨૫ વર્ષના આદિવાસી શ્રમિક યુવાનની છ વર્ષની માસુમ પુત્રી સોનલ મંગળવારે બપોરના સમયે દ્વારકા નજીકના સિધ્‍ધનાથ મહાદેવ મંદિર નજીકની એક બિલ્‍ડીંગના સાતમા માળેથી અકસ્‍માતે નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેણીનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ બનાવ અંગેની જાણ મળતકના પિતા બચુભાઈ ધુળાભાઈ આદિવાસીએ દ્વારકા પોલીસને કરી છે.

ઓખામાં અજાણ્‍યા યુવાનનું અપમળત્‍યુ

ઓખામાં વિરમ આશા ઓફિસની પાછળના ગોડાઉન વિસ્‍તારમાંથી ગઈકાલે બુધવારે સાંજના સમયે એક અજાણ્‍યા યુવાનનો મળતદેહ મળી આવ્‍યો હતો. આશરે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના આ યુવાનનું હૃદયરોગના હુમલાના કારણે અથવા કુદરતી રીતે કે કોઈ અન્‍ય કારણોસર મળત્‍યુ થયું હોવા અંગેની નોંધ ઓખા નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ બારીયા (ઉ.વ. ૪૬) દ્વારા ઓખા મરીન પોલીસમાં કરાવાઈ છે.

હોસ્‍પિટલે લઈ જવાતા વળદ્ધાનું બાઈક પરથી પડી જતા મળત્‍યુ

કાકાભાઈ સિંહણ ગામની સીમમાં રહેતા નાથીબેન પુંજાભાઈ સરસિયા નામના ૭૦ વર્ષના વળદ્ધાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મોટરસાયકલ પર બેસાડી અને ખંભાળિયાની હોસ્‍પિટલમાં લઇ જવામાં આવતા હતા. તે દરમિયાન તેમને એકાએક આંચકી આવતા નાથીબેન મોટરસાયકલ પરથી અકસ્‍માતે પડી ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ સોમાભાઈ લખુભાઈ સરસિયા (ઉ.વ. ૨૩) એ ખંભાળિયા પોલીસને કરી છે

(11:34 AM IST)