તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 8th May 2025
બેટ દ્વારકાધીશ તથા હનુમાન દાંડી સહિત ર૧ મંદીરો પર ધ્વજારોહણ કરાશે
દ્વારકાના ઝાખરીયા પરિવાર દ્વારા કાલે

(વિનુભાઇ સામાણી, દિવ્યેશ જટણીયા દ્વારા)મીઠપુર- દ્વારકા, તા., ૮: દ્વારકાના ઈશ્વરભાઈ ઝાખરીયા પરિવાર દ્વારા આગામી તા.૦૯-૦૫-૨૦૨પ ને શુક્રવારના રોજ બેટ દ્વારકાધીશ મંદિર તેમજ મંદિર પરિસરના અન્ય મંદિરો તથા હનુમાન દાંડી મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ યોજવામાં આવશે. શુક્રવારે બેટ દ્વારકાની લોહાણા મહાજનવાડી ખાતે સવારે ૮.૩૦ કલાકે ધ્વજાજીનું પૂજન, શોભાયાત્રા સવારે ૧૦.૦૦ કલાકે તેમજ પ્રભુ પ્રસાદી બપોરે ૧૨.૦૦ કલાકે લોહાણા મહાજન વાડી બેટ દ્વારકા ખાતે રાખવામાં આવેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
