તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 8th May 2025
આતંકવાદ વિરૂધ્ધ ભારતીય સેનાનું પગલું સરાહનીય : પાકીસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુઃશંકરાચાર્ય સદાનંદજી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૮ :.. ભારતીય સેના દ્વારા પાકીસ્તાનના કબ્જામાં રહેલ કાશ્મીરમાં આવેલ પાકીસ્તાન પ્રેરિત આતંકવાદીઓના અડ્ડાઓને ઓપરેશન સીંદુર દ્વારા એરસ્ટ્રાઈક મારફતે ધ્વસ્ત કરવાના પગલાંને દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સરાહનીય ગણાવતાં ભારતીય સેનાના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે જણાવેલ કે સમગ્ર ભારત દેશ આ મામલે સરકાર અને સેનાની સાથે છે. પાકીસ્તાન દ્વારા પહેલગાંવ હુમલાના આતંકવાદીઓને ભારતને સોંપી દીધા હોત તો ભારતે આવા કડક પગલાં લેવા પડયા ન હોત. પાકીસ્તાનના શાસકો અને સેનાએ સમજવું પડશે કે આતંકવાદના આશરે કયારેય શાંતિ પ્રાપ્ત નહિં કરી શકે. ભારતીય શાસન અને સેનાના પગલાંને સાહસિક ગણાવતાં તેમણે સેનાના શૌર્યને બિરદાવ્યું હતું. (તસ્વીર : દિપેશ સામાણી-દ્વારકા)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
