<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

એરસ્‍ટ્રાઇક બાદ શ્રી સોમનાથ મંદિરે સુરક્ષા વધારાઇઃ બોટમાં ચેકીંગ

 

વેરાવળ : અત્‍યાર ના સમય ને અનુલક્ષી ને સોમનાથ મંદિર જે ઝેડ પ્‍લસ સુરક્ષા ધરાવે છે તેમજ દરીયાઈ સુરક્ષા જોરદાર વધારવામાં આવેલ છે અને જોરદાર ચેકિગ ચાલુ છે.  આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા એ જણાવ્‍યું કે હાલની પરિસ્‍થિતિ ને ધ્‍યાને લઇ અને સધન ચેકિગ ચાલુ કરોહમણા આવેલ છે જેમા દરીયાઈ સુરક્ષા મા પોલીસ તેમજ કોસ્‍ટગાર્ડ સાથે જુદા જુદા મહત્‍વની જગ્‍યા એ કટક ચેકિગ ચાલુ છે અને સોમનાથ મંદિર માં જતા લોકો નુ પણ સધન ચેકિગ ચાલુ છે તેમજ વાહનો નુ ચેકીંગ પણ થય રહેલ છે અને આ ચેકીંગ મા દરેક લોકો એ સહકાર આપવા જણાવ્‍યું કે કોઈ વ્‍યક્‍તિ ને શંકાસ્‍પદ લાગે તો ૧૧૨ અથવા પોલીસ ને જાણ કરે તેમજ કોઈ વ્‍યક્‍તિ ઓએ અફવાઓ ફેલાવવી નહિ અને અફવાઓ મા આવવું નહીં અફવાઓ ફેલાવનાર સામે ખુબજ સખ્‍ત કાર્યવાહી કરવામાં આવશે. (તસ્‍વીર - અહેવાલ : દિપક કકકડ-વેરાવળ)

(1:10 PM IST)