તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 8th May 2025
પોરબંદરની દરિયાઇ સુરક્ષા વધારવા કાંઠા ઉપર વોચ ટાવરો ઉભા કરવાની જરૂર
ભૂતકાળમાં પાકિસ્તાન સાથે યુધ્ધ દરમિયાન કાંઠા વિસ્તારમાં સ્ટેટ લાયબ્રેરી સ્થળે વોચ ટાવર ઉભો કરવામાં આવ્યોઃ પોરબંદર કાંઠાથી સીધી લીટીમાં આંતરાષ્ટ્રીય જળ સીમાનું લોકેશન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૮: વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અરબી સમૃદ્રમાં સુરક્ષા વધારવા અને શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવા કાંઠા વિસ્તારમાં વોચ ટાવરો ઉભા કરવાની જરૂર હોવાનું સૂચન જૂની પેઢીના વડીલો જણાવી રહયા છે.
સીનીયર સીટીઝનોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પાકિસ્તાન સાથે યુધ્ધ શરૂ થયું ત્યારે પોરબંદર કાંઠા વિસ્તાર પાસે સ્ટેટ લાયબ્રેરી અને જૂની દિવાદાંડી સ્થળે વોચટાવર મુકવામાં આવ્યા હતા.
આ સ્થળોએ તે સમયે સુરક્ષા જવાનોની ટુકડી શકિતશાળી દુરબીનો સાથે રાઉન્ડ ધ કલોક ખડે પગે ᅠફરજ બજાવતી હતી.
પોરબંદર કાંઠાથી આંતરરાષ્ટ્રીય જળ સીમા સીધી લીટીમાં છે તેથી પોરબંદર અરબી સમુદ્રમાં દરિયાઇ સુરક્ષા વધારવાનું મહત્વનું ગણી શકાય તેવુ સીનીયર સીટીઝનનો માની રહયા છે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
