તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 8th May 2025
ઉના-ગીર ગઢડા પંથકમાં આફતનો વરસાદ : ભારે પવન સાથે ત્રીજા દિવસે ધોધમાર વરસ્યો : ખેડૂતોની ચિંતામાં વધારો
કમોસમી વરસાદે કેરી, મગ અને અડદના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું : ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિથી પરેશાન

ઉના: ઉના અને ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
આ અણધાર્યા વરસાદે આ વિસ્તારના મુખ્ય પાક જેવા કે કેરી, મગ અને અડદને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાની ચિંતામાં ડૂબી ગયા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનવાની ભીતિ સેવાઈ રહી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
