તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 8th May 2025
કચ્છના રાપર પંથકમાં સતત ત્રીજે દિ’ માવઠું: અડધાથી એક ઈંચ વરસાદ
મૌવાણા ગામે ભારે પવનથી ઝાડ પડ્યા : તોબેલા જાટાવાડા બાલાસર ધબડા આણંદપર નંદાસર રવ સુવઇ રામવાવ કલ્યાણપર સહિત ના ગામો મા ગાજવીજ સાથે વરસાદ ના ઝાપટા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : પલટાયેલા હવામાન વચ્ચે કચ્છના રાપરમાં સતત ત્રીજે દિવસે માવઠા સાથે જાણે વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે બપોર બાદ રાપર તાલુકામાં વરસાદ નુ આગમન થયું હતું જેમાં મૌઆણા ગામે ગાજવીજ પવન સાથે એક ઈંચ વરસાદ વરસ્યો હતો અને રોડ પર ઝાડ પડી ગયા હોવાનું મૌઆણા ના સરપંચ જયવીરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું તોબેલા જાટાવાડા બાલાસર ધબડા આણંદપર નંદાસર રવ સુવઇ રામવાવ કલ્યાણપર સહિતના ગામોમા ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા તો તાલુકા મથક રાપર મા સાંજ ના છ વાગ્યે વરસાદ નુ આગમન થયું હતું જેના કારણે રોડ ભીના થઈ ગયા હતા અને વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ હતી તાલુકા ના અન્ય ગામોમાં પણ વરસાદ ના ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
