<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્તાનને જોડતી પૂર્વ કચ્છ સરહદે પોલીસ સાથે જીઆરડી જવાનોનું પેટ્રોલિંગ વધારી દેવાયું

સરહદે આવેલા ગામોને સતર્ક રહી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે જાણ કરવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  પાકિસ્તાન સાથે છેડાયેલા યુદ્ધ વચ્ચે પૂર્વ કચ્છ સરહદે આવેલા ધોળાવીરા ખડીર પંથકના ૧૮ ગામોમાં પોલીસ સાથે જીઆરડી જવાનોનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સરહદ ઉપરના ગામોને સાબદા રહેવા સૂચના અપાઈ છે. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તુરત જ જાણ કરવા અપીલ કરાઈ છે. દરમ્યાન એમ્બ્યુલન્સ, આરોગ્ય સેવા અને જરૂર પડયે શાળાઓમાં શેલ્ટર હાઉસ શરૂ કરવા તંત્ર સજ્જ છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(11:24 AM IST)