News of Friday, 9th May 2025
ભારત-પાક યુધ્ધ હજુ લંબાશે !!

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. રર એપ્રિલની પહેલગામ આતંકી ઘટના ના ૧૪ દિવસ બાદ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર' નામકરણથી પાક ધરતી પર જવાબી એર સ્ટ્રાઇકે કરાઇ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અનુસાર આ ‘આ ઓપરેશન પૂર્ણ નથી થયુ પણ હજુયે યથાવત છે.' મતલબ કે યુધ્ધ શરૂ થયુ છે પૂર્ણ નથી થયું. પાક દ્વારા જવાબી તેની કક્ષા અનુસારની જવાબી નોર્મલ કાર્યવાહી કહો કે, દબાણ ગ્રસ્ત થઇ અનિવાર્યપણે કરાતી હળવી કાર્યવાહી પાક સેના દ્વારા કરાઇ રહી છે. બીબીસી ઉર્દુ તેમજ ફાન્સ-ર૪ અંગ્રેજીમાં આપણા મીડિયામાં ન ચર્ચાતા કેટલાક મુદ્્ાઓ જોવા મળે છે. અન્ય વૈશ્વિક મીડિયામાં પણ જોવા મળે છે. નિઃશંક ભારતીય સેનાનું પલડુ પાક સેનાની સરખામણીએ ઘણુ ઉંચુ છે તે વાસ્તવિકતા પાકની સેના અને તેના સત્તાધીશો પણ સમજે છે પણ ત્યાંની અવામ-જનતા-લોકોના આક્રોશ અને ભાવનાના દબાણ તળે પાક દ્વારા આવનારા દિવસોમાં દાર્શનિક નાની કાર્યવાહીઓ ભારત સામે થઇ શકે છે. તેને નજર અંદાઝ કરી શકાતી નથી. વૈશ્વિક મીડિયા પણ આવો જ સૂર વ્યકત કરી રહેલ છે. (પ-૧ર)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
