હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લીંબડીના રાસકા ગામે બાયોડીઝલ, વાહનો, ચોખાની ૬૨૦ બોરી મળીને કુલ ૯૫.૫૦ લાખનો મુદ્દામાલ કબજે

વઢવાણ, તા.૯: લીંબડી-રાજકોટ હાઈવે પર રાસકા ગામના પાટિયા પાસે આવેલી નર્મદા કેનાલ નજીકથી લીંબડી ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા ૧૯૫૦ લીટર બાયોડીઝલ તથા ૬૨૦ બોરી ચોખા, ૪ વાહન, ૨ મોબાઈલ ફોન તથા ૧ મોટર મળીને કુલ રૂપિયા ૯૫.૫૦ લાખનાં મુદ્દામાલ સાથે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા. અન્ય ૩ શખ્સો નાસી છુટયા હતા.
લીંબડી રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલોમાં બુટલેગરો દ્વારા ગેરકાયદે રીતે બાયોડીઝલ વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠતા લીંબડી ડીવાયએસપી વી.એમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ ધરવામાં આવ્યું હતું. જેમાં બાતમી થકી લીંબડી-રાજકોટ હાઇવે પર આધારે રાસકા ગામના બોર્ડ થી રાસકા ગામ તરફ જતા રોડ પર નર્મદાની કેનાલ પાસે રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા (રહે.સૌકા) ગેરકાયદે રીતે બાયોડીઝલ ટેન્કરમાં લાવીને હાઈવે રોડ પર ચાલતા ટ્રક ચાલકોને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે દરોડો પાડયો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
