<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સરકારી કર્મચારીઓની રજા રદઃ સાવચેતી રાખવા અપીલ

પાકિસ્‍તાન સાથે યુધ્‍ધની પરિસ્‍થિતિ સર્જાતા કલેકટર, પોલીસ, મામલતદાર તંત્ર એલર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. ભારત પર પાકિસ્‍તાને મીસાઇલોનો નિષ્‍ફળ વાર કર્યાના પગલે ભારતે લાહોર તથા પાકિસ્‍તાનના અન્‍ય શહેરો પર હુમલાને પગલે દ્વારકા જિલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતીના પગલા શરૂ કરાયા હતા ત્‍થા લોકોને પણ સાવચતી રાખવા અપીલ કરાઇ હતી.

ખંભાળીયા - દ્વારકા વિસ્‍તારમાં રાત્રે નીકળેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા ઘેર જવા કહેવાયું હતું. તથા દ્વારકા મંદિર આસપાસ ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે રાઉન્‍ડ ધી કલોક દરિયામાં પણ પેટ્રોલીંગ શરૂ થયું છે.

રાત્રે સોશ્‍યલ મીડીયા તથા ટી. વી. માં ભારત-પાકિસ્‍તાન યુધ્‍ધ મિસાઇલ ફેંકાવા, પ્‍લેનો તોડાયા હુમલાના સમાયચાર પ્રસારીત થતાં લોકો ટી. વી. સામે ગોઠવાઇ ગયા હતા. તથા મોડી રાત્રી તથા વહેલી સવારે સુધી ટી. વી. માં લાઇવ કાર્યક્રમો જોતા હતા તથા સરહદી વિસ્‍તારોમાં રહેતા તેમના સગા-સંબંધીઓની પુછપરછ કરતા હતાં.

હાલ ભારત-પાકિસ્‍તાન યુધ્‍ધની સ્‍થિતિ હોય દ્વારકા જિલ્લા કલેકટરશ્રી આર. એમ. તન્નાએ દ્વારકા જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરીને તુરત જ ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે તથા જિલ્લાની તમામ સરકારી હોસ્‍પિટલોને એલર્ટ કરી સંભવિત આક્રમણ સંદર્ભમાં તૈયાર રહેવા તથા પ્રાઇવેટ ડોકટરોને પણ સ્‍ટેન્‍ડ બાયનો આદેશ કર્યો છે.

(12:04 PM IST)