News of Friday, 9th May 2025
લોધીકામાં નવ નિર્મિત શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સમગ્ર લોધીકા ગામ રામ મય આનંદ ઉલ્લાસઃ ગામ સમસ્તનું ધુમાડા બંધ જમણવાર બે દિવસ સુધી આયોજન દેહ શુધ્ધિ.અગ્નિ સ્થાપન દેવપુજા હવન આરતી સહિતના કાર્યક્રમમોઃ ભવ્ય લોકડાયરો, સમુહ રાસની રમઝટ, શોભાયાત્રા,મંદિરમાં મૂર્તિની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા ધ્વજા રોહણ સહિતના કાર્યક્રમો

(સલીમ વલોરા દ્વારા)લોધીકા,તા.૯: લોધીકા ગામે મેન ચોકમાં નવનિર્માણ શ્રી રામ મંદિર મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય રહેલ છે આ નિમિત્તે સમગ્ર ગામ રામમય ધર્મમય બની આ મહોત્સવમાં રંગે રંગાઈ ગયેલ છે
આ પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગામમાં ચોક રસ્તાઓને સ્વચ્છ કરી કલરથી સાથિયા રંગોળી થી સજાવવામાં આવેલ આ ઉપરાંત ઘરે ઘર આસોપાલવના તોરણ તેમજ શ્રીરામ ભગવાનની ઘરે ઘરે ધજા બાંધવામાં આવેલ દરેક ઘરના આંગણાઓ રંગોળી થી સજાવવામાં આવેલ છે
તા.૬ ને મંગળવારથી શરૂ થયેલ આ મહોત્સવમાં મંગળવારે દેહ શુધ્ધિ અને તા. ૭ અને બુધવારે દેવપૂજા ગ્રહ પૂજા અગ્નિ સ્થાપના તેમજ સમસ્ત લોધિકા ગામ દ્વારા એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરેલ હતું અને શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા ત્યારબાદ તા. ૮ ને ગુરૂવારના દેવપૂજા હવન હોમ હવન તથા પ્રધાન હોમનું આયોજન તેમજ રાત્રે ૯ કલાકે સંતવાણીનો કાર્યક્રમ તા. ૯ ને શુક્રવાર ના રોજ દેવ પૂજા વિધિ કરીને જ્યારે સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે મંદિરમાં ભગવાન શ્રીરામ ની મૂર્તિની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા શિખર વિધિ તથા ધ્વજા રોહણ થયા પછી પૂર્ણાહુતી તથા મહા આરતી બપોરે ૧૨ ૪૦ કલાકે બાદમાં મહાપ્રસાદ નિમિત્તે ગામ સમસ્તનું ધુમાડા બંધ જમણવારનું આયોજન કરેલ છે.
આ મહોત્સવમાં આચાર્ય પ્રદીપ કુમાર ભુપત રાય મહેતા જુનાગઢ દ્વારા ઉચ્ચ વૈદિક મંત્ર સાથે પૂજા વિધિ કરાવેલ હતી ગામ સમસ્ત ના સહકાર થી શ્રી રામ મંદિરનું નિર્માણ તથા મહોત્સવને સફળ બનાવવા ગ્રામજનોએ જહેમત ઉઠાવેલ હતી
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
