News of Friday, 9th May 2025
પાટડીના ખેરવામાં મધમાખીના ઝુંડનો હૂમલોઃ PHC સેન્ટર બહાર બેઠેલા નિરાધાર વ્યક્તિનું મોત

વઢવાણ, તા.૯: પાટડી તાલુકાના ખેરવા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. ખેરવા PHC સબ સેન્ટર બહાર બેઠેલા નિરાધાર વ્યક્તિ જયંતીભાઈ પુરબિયા પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો.
મધમાખીઓએ જયંતીભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. સબ સેન્ટરના CHO મયંકભાઈ એલ સાગઠીયા અને સંજયભાઈ પરમારે પોતાનો જીવ જોખમમાં મૂકીને જયંતીભાઈને તાત્કાલિક PHC સેન્ટર સુધી પહોંચાડ્યા હતા.
આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરીને જયંતીભાઈની સારવાર શરૂ કરી હતી. તેમને બચાવવા માટે તમામ શકય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, ગંભીર હાલતમાં પહોંચેલા જયંતીભાઈને બચાવી શકાયા નહોતા અને તેમનું મળત્યુ નિપજ્યું હતું. જયંતીભાઈ ખેરવા ગામના વતની હતા અને હાલમાં નિરાધાર અવસ્થામાં જીવન વિતાવી રહ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
