હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ
વરસાદનું જોર ઘટયુઃ મિશ્ર હવામાન યથાવત

પ્રથમ તસ્વીરમાં કચ્છ અને બીજી તસ્વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા, (ભુજ), ભાવેશ ભોજાણી (ગોંડલ),
રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ધુપ-છાંવ છે. જો કે કમોસમી વરસાદનું જોર ઘટતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
ભુજ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ :..પલટાયેલા હવામાન વચ્ચે કચ્છના રાપરમાં સતત ત્રીજે દિવસે માવઠા સાથે જાણે વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે બપોર બાદ રાપર તાલુકામાં વરસાદ નુ આગમન થયું હતું જેમાં મૌઆણા ગામે ગાજવીજ પવન સાથે એક ઈંચ વરસાદ વરસ્યો હતો અને રોડ પર ઝાડ પડી ગયા હોવાનું મૌઆણા ના સરપંચ જયવીરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું તોબેલા જાટાવાડા બાલાસર ધબડા આણંદપર નંદાસર રવ સુવઇ રામવાવ કલ્યાણપર સહિત ના ગામો મા ગાજવીજ સાથે વરસાદ ના ઝાપટા વરસ્યા હતા તો તાલુકા મથક રાપર મા સાંજ ના છ વાગ્યે વરસાદ નુ આગમન થયું હતું જેના કારણે રોડ ભીના થઈ ગયા હતા અને વાતાવરણ ઠંડક ઙ્કસરી ગઇ હતી તાલુકા ના અન્ય ગામોમાં પણ વરસાદ ના ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે. (તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
