હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલેટાના પોકસોના ગુન્હામાં ફરારી જાહેર કરાયેલ આરોપીને દબોચી લેવાયો
ધોરાજી નાસતા ફરતા સ્કવોડે જામખંભાળીયામાંથી ઝડપી લીધો

રાજકોટ તા.૯: ઉપલેટા પોકસોના ગુન્હામાં કોર્ટે ફરારી જાહેર કરેલ આરોપીને ધોરાજીના નાસતા ફરતા સ્કવોડે જામખંભાળીયામાંથી ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુશ્રી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડનાપો.સબ.ઇન્સ. એ.એન.કામળીયા, એ.એસ.આઇ. પરબતભાઇ કરશનભાઇ તથા પો.કોન્સ. કાળુભાઈ મનુભાઇને સંયુકત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હામાં ૨૦૧૬થી કોર્ટમા હાજર ન રહેતા તેમજ સેશન્સ કોર્ટ ધોરાજીએ ફરાર જાહેર કરેલ તથા ૧૦ વર્ષની સજા પડેલ નાસ્તા ફરતા આરોપી લક્ષ્મણ જીવાભાઇ સોલંકી ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.ચુનારા વિસ્તાર બાટવા તા.માણાવદર જી.જુનાગઢ વાળાને સંજયનગર, જામખંભાળીયા જી.દેવભુમી દ્વારકા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.(૨.૨૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
