<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાણાવાવ બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી : ર૦૦ લીટર આથો ઝડપાયો

દરોડા દરમિયાન આરોપી હાથ આવ્‍યો નહિ : ભઠ્ઠીના સાધનો સહિત રૂા. ૮૬રપનો મુદામાલ જપ્‍ત

પોરબંદર, તા., ૯: રાણાવાવ નજીક બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીને ર૦૦ લીટર દારૂનો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૮૬રપનો મુદામાલ પકડી લીધો હતો.

દરોડા દરમિયાન ભઠ્ઠી ચલાવનાર ભારા લખમણ મળી આવ્‍યો નહોતો. તેની સામે પ્રોહીબીશન હેઠળ ગુન્‍હો નોંધ્‍યો છે.

રાણાવાવ પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ. શ્રી આર.વી.મોરી તથા સર્વેલન્‍સ સ્‍ટાફ બરડા ડુંગર, જંગલ વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન બરડા ડુંગર વીડીનેશથી પヘમિે અડધો કી.મી. દુર રેઇડ કરતા ભારા લખમણભાઇ મોરી રહે. શેરમણકીનેશ, તા. રાણાવાવ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્‍ટે.માં પ્રોહીબીશનનો ગુન્‍હો રજી. કરાવેલ છે.

આ દારૂ દરોડા દરમિયાન હાજર નહી મળેલ ભારા લખમણભાઇ મોરી રહે. શેરમણકીનેશ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી. ર૦૦ તથા ખાલી બેરલ નંગ-૧ તથા બોઇલર બેરલ નંગ-ર તથા ફીલ્‍ટર બેરલ નંગ-ર  તથા ખાલી કેરબા નંગ-ર તથા પતરાના ખાલી ડબ્‍બા નંગ-૪પ તથા બળતણ (લાડકા) કિલો ૨૦૦ તથા ત્રાંબાની નળી નંગ-ર મળી કુલ કિ. ૮૬રપ નો મુદામાલ મળી આવેલ હતો.

બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એન.એન.તળાવીયા તથા પો.સબ ઇન્‍સ. આર.વી.મોરી તથા પો.હેડ કોન્‍સ. બી.જે.દાસા તથા પો.કોન્‍સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી. (૪.૨૨)

(1:37 PM IST)