<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ગીર સોમનાથ કલેકટર એન. વી. ઉપાધ્‍યાયે ચાર્જ સંભાળ્‍યો

 

જુનાગઢ-વેરાવળ તા. ૯ :.. ગીર સોમનાથ જિલ્લાના નવનિયુકત કલેકટરશ્રી એન. વી. ઉપાધ્‍યાયએ આજે પ્રથમ જયોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. તેમણે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કરી અને ધ્‍વજા પૂજા પણ કરી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા અને સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચાએ તેમનું સ્‍વાગત કર્યુ હતું અને તેમને પ્રસાદ તેમજ સ્‍મૃતિ ચિત્ર અર્પણ કરી સન્‍માનીત કર્યા હતાં. શ્રી ઉપાધ્‍યાયે ભગવાન સોમનાથના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી. અને જિલ્લાના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.તા. ર૮-૪-૧૯૬૭ ના રોજ અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના નાનકડા ગામ ચોઇલા ખાતે જન્‍મેલા તેઓ એમ. ઇ. સીવીલ અભ્‍યાસ કરી સહકાર વિભાગમાં જૂનીયર કલાર્ક તરીકે સર્વિસ પ્રારંભ કર્યો અને ત્‍યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષામાં ઉચ્‍ચ ગુણ સાથે પાસ થઇ ડેપ્‍યુટી કલેકટર બન્‍યા પછી આઇ. એ. એસ. કેડર પ્રમોશન મળ્‍યું તેઓ રજીસ્‍ટ્રાર કો. ઓપરેટીવ સોસાયટી હોદા ઉપર નિમાયા અને સચિવ પદ સુધી પહોંચ્‍યા. તેઓ ભાવનગર મહાનગરપાલિકાના કમીશનરપદે પણ રહી ચૂકયા છે. આજે ચાર્જ લઇ ગીર સોમનાથ વિષે જાણકારી અને માહિતી મેળવી - સ્‍ટાફ પરિચય સાથે કાર્યભાર સંભાળ્‍યો.

(1:51 PM IST)