News of Friday, 9th May 2025
જામનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા ખાતે રેડક્રોસ રથનું આગમન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ : વિશ્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શરૂ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તારીખ ૮ મી મેના વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે. તે જ દિવસે વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. જેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ પ્રવળત્તિઓને ઉજાગર કરતો ઙ્કરેડ ક્રોસ રથૅ જામનગર પહોચ્યો ત્યારે ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખાના ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન દિપાબેન સોની, ખજાનચી કીરીટભાઈ શાહ, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર તથા રેડક્રોસના સભ્યો દ્રારા કુમકુમ તિલક અને અક્ષત અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું, રથનું સ્વાગત કુંવારીકા મુસ્કાન, તુલસી, ઘિયા દ્રારા કરવામાં આવ્યું, અને રથ લઈને આવેલ પ્રકાશભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, ભાવિનભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે રેડ ક્રોસ જામનગર શાખાની કમીટીના સભ્યો કેશુભાઈ ધેટીયા, એ.કે.અમળતિયાભાઈ, રાજુભાઇ ભાનુશાળી, જોગિનભાઈ જોષી, ભાર્ગવ ઠાકર, નિકુલદાન ગઢવી, રેખાબેન જોષી ઉપરાંત વિપુલ મહેતા, વિઠ્ઠલભાઈ ધોળકિઆ, દેવેન્દ્રભાઈ, બિરેનભાઈ સુમડ, સુરેશભાઈ ભીંડી, અવનીબેન ત્રિવેદી, નળપાબેન મકવાણા, અલકાબેન મહેતા, હિનાબેન જોષી, ઉષાબેન ગાંધી, કાજલબેન ગનીયાણી, દર્શાબેન જોષી, હિનાબેન શાહ, જયશ્રીબેન જોષી, ભૂમિબેન મહેતા, હિનાબેન શાહ, બીનાબેન, પુષ્પાબેન આહીર, મનીષાબેન ચૌહાણ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શાબેન જોષીએ કર્યું હતું
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
