News of Friday, 9th May 2025
ધોરાજીમાં મેઘરાજાની અવિરત સવારી : સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત : સાંજે અડધો ઇંચ પાણી વરસ્યું
સવારના બફારા બાદ સાંજે પાંચ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ : છેલ્લા ત્રણ દિવસથી ધોરાજી પંથકમાં અનરાધાર વરસાદી માહોલ

(કિશોર રાઠોડ) ધોરાજી : ધોરાજી પંથકમાં મેઘરાજાની અચાનક એન્ટ્રી સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. આજે સવારના ભારે બફારા બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે અડધો કલાકમાં અડધો ઇંચ જેટલો વરસી ગયો હતો.
છેલ્લા ત્રણ દિવસથી ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની સવારી જમાવી છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. આજે સાંજે પાંચ વાગ્યે પડેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું અને વાતાવરણ વધુ ખુશનુમા બન્યું હતું. સ્થાનિક લોકો પણ આ અણધાર્યા વરસાદથી ખુશખુશાલ જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં પણ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
