<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પોરબંદરના દરિયાકાંઠે સઘન ચેકિંગ કરાયું

દરિયાકિનારે બોટના પાર્કિંગ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ : માછીમારી કરતી તમામ બોટની અંદર ચેકિંગ

પોરબંદર :  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પોરબંદરના દરિયાકાંઠે સઘન ચેકિંગ કરાયું. દરિયાકિનારે બોટના પાર્કિંગ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, માછીમારી કરતી તમામ બોટની અંદર ચેકિંગ કરાયું હતું  

  આ ઉપરાંત, દરિયામાં માછીમારી કરવા જતી તેમજ પાછી ફરતી બોટ ઉપર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જેનાથી આતંકી પ્રવૃત્તિ કે દેશવિરોધી પ્રવૃત્તિને વેગ ન મળે અને રાજ્યની સાથે દેશની સુરક્ષા જોખમાય નહીં. પોલીસ દ્વારા દરિયાકાંઠાના રહેણાંક વિસ્તારોમાં પણ સઘન સર્ચ કરાયું.. તેમજ લોકોને અપીલ કરાઈ કે, અજાણ્યા લોકો કે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસનો સંપર્ક કરે.

 


 

(9:42 PM IST)