<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું SSC બોર્ડનું ઝળહળતું પરિણામ, ૫૩ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉતીર્ણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું ઝળહળતું પરિણામ જોવા મળ્યું છે કુલ ૨૭૫ માંથી ૨૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં ૫૩ વિદ્યાર્થીઓ A 1 ગ્રેડ અને ૮૨ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે.

૯૯ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૭ અને ૯૫ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૬૧ તેમજ ૯૦ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૯૯ રહી છે જે ઉત્કૃષ્ટ પરિણામો બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

(12:38 AM IST)