<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

મોરબી મહાપાલિકા દ્વારા રવિવારે નાઈટ સાયકલોથોન યોજાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૧ ને રવિવારના રોજ ગાંધી મેદાન ખાતે નાઈટ સાયકલોથોન ૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે સાયકલોથોનમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ સાંજે ૬ કલાકે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
સાયકલોથોનમાં ગાંધી મેદાન (સ્કાય મોલ પાસે) ઉમિયા સર્કલ, બોરીયા પાતી, ઉમિયા સર્કલ , ગાંધી મેદાન એમ ૬ કિલોમીટરનો રૂટ રહેશે નાઈટ માં વધુ સાયકલીસ્ટો, નગરજનો અને એનજીઓ જોડાય તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે.

(12:49 AM IST)