હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છ જિલ્લા વહીવટીતંત્રની નાગરિકોને અપીલ : તણાવભરી પરિસ્થિતિમાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળો : સલામતી માટે સતર્ક રહો
પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા બાદ જિલ્લા કલેક્ટરનું ટ્વીટ : ગભરાટ ટાળવા અને સુરક્ષિત રહેવા સૂચના

વિનોદ ગાલા દ્વારા, ભુજ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા ડ્રોન તેમજ મિસાઇલ હુમલાઓ અને ભારતીય સેના દ્વારા આપવામાં આવી રહેલા જડબાતોડ જવાબના સમાચારો વચ્ચે કચ્છ જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તાજેતરમાં કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સવારે કચ્છ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને તકેદારી માટે જાહેર અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, "હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને તકેદારીના ભાગરૂપે અપીલ કરવામાં આવે છે કે પોતાના ઘરની અંદર જ રહો. કોઈપણ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. સુરક્ષા અને સલામતી માટે હંમેશા સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવે છે."
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ અપીલનો હેતુ જિલ્લાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિને જોતાં, નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
