<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

હવાઈ વ્યવહાર બાદ કચ્છના રેલ વ્યવહારને પણ અસર : રાજકોટ, અમદાવાદ અને રાજસ્થાન જતી ટ્રેનો રદ્દ : મુંબઈની ટ્રેનો ચાલુ પણ મુસાફરોમાં ખચકાટ

પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ સ્થિતિને પગલે ભુજ અને કંડલા એરપોર્ટ બંધ કરાયા બાદ પશ્ચિમ રેલવેનો નિર્ણય : મુસાફરોની સલામતીને પ્રાથમિકતા

વિનોદ ગાલા દ્વારા, ભુજ: પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધોને કારણે ભુજ અને કંડલા એરપોર્ટ બંધ કરવામાં આવ્યા બાદ હવે કચ્છના રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે. પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન ઘર્ષણભરી પરિસ્થિતિ અને રાત્રિના બ્લેકઆઉટને ધ્યાનમાં રાખીને સલામતીના કારણોસર કચ્છથી ઉપડતી કેટલીક ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી છે.

આ અંતર્ગત ભુજથી અમદાવાદ અને રાજકોટ તરફ જતી ટ્રેનો તેમજ ગાંધીધામથી જોધપુર જતી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. જો કે, મુંબઈ સાથેનો ટ્રેન વ્યવહાર હાલ પૂરતો ચાલુ રાખવામાં આવ્યો છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકો પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અગવડતા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રેનની સ્થિતિ અંગે નવીનતમ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરે.

(8:28 AM IST)