તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
કચ્છમાં આજે સવારે વધુ બે ડ્રોન એટેક? અબડાસાના તેરા ગામે અને આદિપુર શહેરમાં તોલાણી કોલેજ પાસે ડ્રોન એટેક થયો હોય એવી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : સોશ્યલ મીડિયામાં આજ સવારે ધૂફી ગામે ડ્રોન એટેકનો વીડિયો વાયરલ થયા બાદ અબડાસાના તેરા ગામે અને આદિપુર શહેરમાં તોલાણી કોલેજ પાસે ડ્રોન એટેક થયો હોય એવી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. આ તસવીરોને કોઈ પુષ્ટિ અપાઈ નથી. પરંતુ ભારતીય સેના સતર્ક છે. પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. સરકાર અને વહીવટી તંત્ર પણ એલર્ટ છે. ત્યારે લોકોએ અફવાઓથી દૂર રહેવું. સલામતી માટે બિન જરૂરી બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તંત્રને જાણ કરવી.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
