<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જામકંડોરણા પાસે રેતી ચોરીનું કારસ્‍તાન પકડાયુઃ ૧.૦પ કરોડના વાહનો કબ્‍જે કરાયા

લુણાગરી-ઇશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગ અને પોલીસનો દરોડો

રાજકોટ તા. ૧૦ :.. જામકંડોરણા પાસે લુણાગરી-ઇશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગ અને પોલીસે સંયુકત દરોડો પાડી રેતી ચોરીનું કારસ્‍તાન પકડી પાડી ૧.૦પ કરોડના વાહનો કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ ગે. કા. ખનન કરતા ભૂમાફીયાએ વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ તથા રાજકોટ જીલ્લાના ભુસ્‍તર શાષાી અંકીત ભટ્ટની સંયુકત બાતમી આધારે જામકંડોરણા તાલુકાના લુણાગરા-ઇશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાં દરોડો પાડતા સાદી રેતીનું ગે. કા. ખનન કરતા વાહનો ૦ર લોડર તેમજ ૦પ ડમ્‍પરો મળી ૦૧ કરોડ ૦પ લાખનો મુદામાલ સીઝ કરી જામકંડોરણા પો. સ્‍ટે. કસ્‍ટડી હેઠળ રાખવામાં આવેલ છે. આગળની વધુ કાર્યવાહી ખાણખનીજ વિભાગ દ્વારા ચાલુ છે.

આ કામગીરી ધોરાજીના એ. એસ. પી. સીમરન ભારદ્વાજ, પીએસઆઇ બી. ડી. જોષી, એએસઆઇ સંજયભાઇ કિહલા, એચ. સી. દિનેશભાઇ મકવાણા, એચ. સી. પ્રદિપભાઇ બારોટ તથા ખાણખનીજ વિભાગ ના અંકીત ભટ્ટ (ભુસ્‍તર શાષાી), કિશનભાઇ રાણવા (રોયેલ્‍ટી ઇન્‍સ્‍પેકટર), સતીષભાઇ સેડવા (માઇન્‍સ સુપરવાઇઝર) તથા યોગેશભાઇ ગઢીયા (માઇન્‍સ સુપરવાઇઝર) સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(11:54 AM IST)