News of Saturday, 10th May 2025
ગોંડલમાં સ્વ.અમિત ખુંટને ન્યાયની માંગ સાથે મૌન રેલીનું આયોજન : યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇ મહારક્તદાન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૦: ગોંડલમાં તા.૧૦ શનિવાર નાં ટીમ ગણેશ દ્વારા રીબડાનાં સ્વ.અમિત ખુંટને ન્યાય અપાવવાની માંગ તથા શ્રધ્ધાંજલી અર્પવા મૌન રેલીનું આયોજન સરદાર પટેલની પ્રતિમા જેતપુર રોડ ત્રણખુણીયા થી શહીદ ભગતસિંહની પ્રતિમા જેલચોક સુધી કરાયુ છે. સાથે ભારત પાકિસ્તાન યુદ્ધ ની પરિસ્થિતિને ધ્યાને લઇને મહારક્તદાન કેમ્પનું આયોજન પટેલવાડી જેલચોક ખાતે કરાયુ છે.આયોજનમાં શહેર તાલુકાની સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
