તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 10th May 2025
કચ્છમાં આજે સવારે વધુ બે ડ્રોન એટેક? હવાઇ વ્યવહાર બાદ રેલ્વેને અસર
અબડાસાના તેરા ગામે અને આદિપુર શહેરમાં તોલાણી કોલેજ પાસે ડ્રોન એટેક થયો હોય એવી તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.,૧૦: સોશ્યલ મીડિયામાં આજ સવારે ધૂફી ગામે ડ્રોન એટેકનો વીડિયો વાયરલ થયા બાદ અબડાસાના તેરા ગામે અને આદિપુર શહેરમાં તોલાણી કોલેજ પાસે ડ્રોન એટેક થયો હોય એવી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. આ તસવીરોને કોઈ પુષ્ટિ અપાઈ નથી. પરંતુ ભારતીય સેના સતર્ક છે. પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. સરકાર અને વહીવટી તંત્ર પણ એલર્ટ છે. ત્યારે લોકોએ અફવાઓથી દૂર રહેવું. સલામતી માટે બિન જરૂરી બહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તંત્રને જાણ કરવી.
પાકિસ્તાન સાથેની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભુજ અને કંડલા એરપોર્ટ બંધ કરાયા છે. સલામતી માટે હવાઈ વ્યવહાર બંધ કરાયા બાદ હવે રેલ વ્યવહારને પણ અસર થઈ છે. પヘમિ રેલવે દ્વારા વર્તમાન ઘર્ષણભરી પરિસ્થિતિ અને રાત્રે બ્લેક આઉટ વચ્ચે સલામતી અંતર્ગત કચ્છથી અમુક ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. જેમાં ભુજથી અમદાવાદ અને રાજકોટ તેમ જ ગાંધીધામથી જોધપુર જતી ટ્રેન રદ્દ કરાઈ છે. જોકે, મુંબઈ સાથેનો ટ્રેન વ્યવહાર ચાલુ છે પરંતુ લોકો સલામતી અંતર્ગત મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.
કચ્છના સીમા વર્તી વિસ્તારમાં સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. અબડાસાના ધૂફી ગામ પાસે પાકિસ્તાની ડ્રોન હુમલાને ભારતીય સેનાએ તોડી પાડ્યું હતું. કચ્છ ઉપર સતત ડ્રોન હુમલા થઈ રહ્યા છે. લોકોને સતર્ક રહેવા તંત્ર એ અપીલ કરી છે.
એસપી સાગર બાગમારની
જાહેર અપીલ
પાકિસ્તાન સાથેની વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે લોકોને તકેદારી રાખી જાગળત રહેવા પોલીસે જણાવ્યું છે. સ્વૈચ્છિક બ્લેક આઉટ, સોશ્યિલ મીડિયા ઉપર અફવા અને રાષ્ટ્ર વિરોધી પ્રવળત્તિ સહિતની બાબતો અંગે પૂર્વ કચ્છ પોલીસના એસપી સાગર બાગમારે જાહેર અપીલ કરી છે
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
