<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

સોમવારે પાટડીમાં શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો

સતીમાં રતનબાનો ર૮મો પાટોત્‍સવ ઉજવાશેઃ નવચંડી યજ્ઞ અને સ્‍નેહમિલન કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૦: સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતીમા સેવા ટ્રસ્‍ટ દ્વારા તા. ૧ર ને સોમવારે સતીમાં રતનબાનો ર૮ મો પાટોત્‍સવ નવચંડી યજ્ઞ તથા સ્‍નેહમિલન સતીમાં શ્રી રતનબા અને સુરાપુરા શ્રી લક્ષ્મણદાદાના આર્શિવાદથી માં સતીમા રતનબાનું મંદિર તળાવના પાળ ઉપર, આઇટટીઆઇ સ્‍કુલની સામે પાટડી, જી. સુરેન્‍દ્રનગર ખાતે યોજાશે.

જે અંતર્ગત તા. ૧ર ને સોમવારે સવારે ૭:૧પ વાગ્‍યે શણગાર, ૮ વાગ્‍યે યજ્ઞ પ્રારંભ, સવારે ૯ વાગ્‍યે માં ની ધજા, સવારે ૯:૩૦ વાગ્‍યે માં ની ચુંદડી, સવારે ૧૧ વાગ્‍યે ૧પ૧ કુંવારીકા ગોયણી પૂજન, ૧રઃ૧પ વાગ્‍યે સ્‍નેહમિલન તથા બપોરે ૧ વાગ્‍યે મહાપ્રસાદ યોજાશે.

વિવિધ કાર્યક્રમ માટે જુદા-જુદા દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ તકે પૂ. મહંત શ્રી ધનશ્‍યામ દાસબાપુ (શ્રી ખેતિયા નાગદેવ મંદિર-ખેતાસર ધામ, વિરોચનનગર, સાણંદ-અમદાવાદ), પોષલભાઇ ધનશ્‍યામદાસ મહારાજ (કથાકાર) ઉપસ્‍થિત રહેશે.

સફળ બનાવવા સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતીમાં સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ પ્રમુખ હસમુખભાઇ (બાપુ) હરજીવન દાસ પાટડીયા, ઉપપ્રમુખ મોહનલાલ ચુનીલાલ પાટડીયા, ખજાનચી જયસુખભાઇ પોપટલાલ પાટડીયા, મંત્રી હર્ષદભાઇ શાંતીલાલ પાટડીયા, મેનેજીંગ ટ્રસ્‍ટીઓ કિરણભાઇ વસંતભાઇ પાટડીયા, પ્રકાશભાઇ ભગવાનદાસ વાગડીયા, સહ ખજાનચી ભરતભાઇ ગોપાલભાઇ પાટડીયા, સહમંત્રી જીજ્ઞેશભાઇ નટવરલાલ વાગડીયા, ટ્રસ્‍ટીઓ રાજેશભાઇ ધીરજલાલ પાટડીયા, અશ્વિનભાઇ જવેરચંદભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ મનસુખલાલ પાટડીયા, દિનેશભાઇ ચંદુભાઇ પાટડીયા, નટવરલાલ નરભેરામ પાટડીયા જહેમત ઉઠાવી છે.

આ ઉપરાંત સતીમાં મહિલા સુશોભીત ગોયણી કમિટીના રસિલાબેન પાટડીયા, શર્મિષ્‍ઠાબેન પાટડીયા, માયાબેન પાટડીયા, ઇલાબેન પાટડીયા, નીતાબેન પાટડીયા, હેતલબેન પાટડીયા, ભાવિકાબેન પાટડીયા, ખુશ્‍બુબેન પાટડીયા, નીલાબેન પાટડીયા સહિતના કાર્યરત છે.

આ ઉપરાંત શ્રી કાળી પરમેશ્વર માતાજી મંદિર ટ્રસ્‍ટ ભુજ, શ્રી વાઘેશ્વરી ભકત મંડળ ટ્રસ્‍ટ-હળવદ, મંત્રજાપ પરિવાર (રાજકોટ), શ્રીમાળી સોની હળવદીયા પાટડીયા તથા વાગડીયા પાટડીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ પરિવાર રફાળેશ્વર પણ કાર્યકૃત છે.

વધુ માહિતી માટે ભરતભાઇ રાણપરા (મો. ૯૬૮૭૩ ૦૪૪૦૦) અથવા નાંન્‍શુભાઇ (મો. ૯૮૨૪૮ ૮૮૬૩૫) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:26 PM IST)