<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

દેશ પ્રથમ: તણાવભરી પરિસ્થિતિમાં સરકાર, તંત્ર અને કચ્છના લોકોની સેવા માટે છીએ તૈયાર

કચ્છની જાણીતી સંસ્થા કવીઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘની પ્રેરણાદાયી પહેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ :  પાકિસ્તાન સાથે છેડાયેલા જંગ વચ્ચે કચ્છમાં પણ તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે દેશ પ્રથમ એ સૂત્ર સાથે કચ્છના યુવા રાજકીય અને સામાજિક કાર્યકર જીગર તારાચંદભાઈ છેડાએ તેમની સંસ્થાઓ વતી તણાવભરી પરિસ્થિતિમાં તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી કચ્છના જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવ્યો છે.

 વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે અમારી બંને સંસ્થાઓ શ્રી કવીઓ જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ ભુજ,કચ્છ બંને સરકાર, વહીવટી તંત્ર અને કચ્છના લોકોની સાથે છે. સંસ્થા હંમેશા રાષ્ટ્ર હિત અને વતન પ્રેમને સમર્પિત રહી આપત્તિના સમયે સેવાકાર્યો કરતી રહી છે.  

વર્તમાન સમય દરમ્યાન સંસ્થા દ્વારા તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે અને રહેશે.

આપત્તિના સમયે ફૂડ પેકેટ, પાણી, એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત સંસ્થા પાસે મસ્કા ગામે (તા.માંડવી) મધ્યે ૫૦ બેડની હોસ્પિટલ કાર્યરત છે. જ્યારે મુન્દ્રા મધ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર કાર્યરત છે.

હાલના તબક્કે વર્તમાન સંજોગોને ધ્યાને લઈ સંસ્થા દ્વારા ભુજમાં બે એમ્બ્યુલન્સ, મસ્કા (માંડવી) મધ્યે એક આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ઉપરાંત મુન્દ્રા મધ્યે પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર, મસ્કા (માંડવી) મધ્યે ૫૦ બેડની હોસ્પિટલ, ઓક્સિજન યુનિટ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જે નિઃશુલ્ક લોકોની સેવા માટે ફરજ બજાવશે.જેનો જરૂરત પડ્યે ઉપયોગ કરવા આપ સાહેબને વિનંતી છે.

સરકાર, વહીવટી તંત્ર અને લોકો માટે સંસ્થા તમામ પ્રકારના સંસાધનો સાથે સહયોગી બનવાની ખાતરી આપે છે. 

જય હિન્દ, વંદે માતરમ્, ભારત માતા કી જય.

(12:54 PM IST)