<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

મજેવડીના યુવકની હત્‍યાનું આરોપીઓ પાસે ગુનાનું રિ-કન્‍સ્‍ટ્રક્‍શન

રિમાન્‍ડ પુરા થતા ત્રણેય હત્‍યારા જૂનાગઢ જેલમાં ધકેલાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: જૂનાગઢ પાસેના મજેવડી ગામના રિયાઝ અલારખાભાઈ ભટ્ટી નામના યુવકની હત્‍યા કરનારા મજેવડીનો સદામ કાસમ, સમીર સલીમ ઉર્ફે ચકો મહમદ અને જામકંડોરણા તાલુકાના ખાટલી મનીષ ઉર્ફે ભોથીયો ખોડા પરમારને ઝડપી લઈ શુક્રવારે તપાસનીશ તાલુકા પીઆઇ આર. પી. વણઝારા, પીએસઆઇ ડી. કે. સરવૈયા, એસ. કે. ડામોર, જે. એ. ટાંક ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગામમાં લઈને પહોંચ્‍યા હતા અને યુવકની હત્‍યાને કઈ રીતે અંજામ આપ્‍યો તે અંગે આરોપીઓ પાસે રિ-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું. તેમજ ત્રણેય આરોપીને રૂટ પર, મળતક યુવક રિયાઝના ઘર સુધી પગપાળા લઈ જવામાં આવ્‍યા હતા. પોલીસે પંચનામુ સહિતની કાર્યવાહી કરી હતી. દરમિયાન સાંજે રિમાન્‍ડ પુરા થતા ત્રણેય હત્‍યારાને કોર્ટમાં રજૂ કરી જૂનાગઢ જીલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા હતા.

(1:22 PM IST)