News of Saturday, 10th May 2025
ધોરાજીનાં ભાદર નદી પાસેના ખેતરમાં મહાકાઈ મગર આવી ચડી

ધોરાજીઃ જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીક રસીકભાઈ વાગડીયા ની વાડી ખેતરમાં મહાકાઇ ૧૦ ફૂટ લાંબી મગર આવી ચઢી હતી. આ બાબતે વાડીની ઓરડીમાં રહેતા મજૂરોએ તાત્કાલિક વાડીના માલિક રસિકભાઈ વાગડિયા ને જાણ કરતા તેઓ તાત્કાલિક વાડીએ દોડી આવી વન વિભાગના ફોરેસ્ટર નિહારીકાબેન પંડયા ને જાણ કરતા તેઓ દ્વારા તાત્કાલિક તેમની ટીમ લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અંદાજે ૧૦ ફૂટ લાંબી અને ૧૦૦ કિલો વજન ધરાવતી મહાકાય મગરને રેસ્કયુ દ્વારા ઝડપી લીધી હતી અને જુનાગઢ સક્કરબાગ ખાતે મોકલી આપી હતી. (તસ્વીરઃ કિશોર રાઠોડ)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
