News of Saturday, 10th May 2025
પોરબંદર અરબી સમુદ્રમાં પાકિસ્તાનના ઇશારે અંધાધૂંધી ફેલાવવાનો ડ્રગ્સ માફિયાનો બદ્ઇરાદો
બારમાસી જેટીની સુરક્ષા વધુ મજબુત બનાવવાની જરૂર દર્શાવતો ડેન્જર-ચાર્લીનો દેશ હિત માટેનો સર્વે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તંગદીલી ભરી સ્થિતિમાં અરબી સમુદ્રમાં પાકિસ્તાન આઇએસઆઇના ઇશારે ડ્રગ્સ માફીયાઓ દ્વારા અંધાધૂંધી ફેલાવવા પ્રયત્નો કરી રહયાનું દેશ હિત અને સુરક્ષા માટે કાંઠા ઉપર બાજ નજર રાખતા ડેન્જર અને ચાર્લી તેમજ રોબર્ટ અને રોઝીના સર્વે ઉપર તારણ છે.
ડેન્જર-ચાર્લી અને રોબર્ટ-રોઝીના સુરક્ષા સર્વેમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં ૧૯૬પ અને ૧૯૭૧ માં પાકિસ્તાન સાથે યુધ્ધ દરમિયાન પોરબંદર નિશાન ઉપર હતું. પરંતુ પાકિસ્તાન નેવીને કાંઠાની ભૌગોલિક સ્થિતિ સમજવામાં ભૂલ થતાં ઓખા અને દરિયાકાંઠે બોમ્બમારો કર્યો હતો.
તે વખતે ધાર્મિક સ્થળો ઉપર બોમ્બમારો કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જવાબમાં ભારતીયો નૌસેનાએ તે વખતે કરાંચી બંદર ઉપર એટેક કરીને નુકશાન પહોંચાડયું હતું.
પોરબંદર દરિયાકાંઠા ઉપર એસ. ટી. બસ સ્ટેશન છે ત્યારે આ સ્થળ સુરક્ષાની દ્રષ્ટીએ અતિ મહત્વનું છે.
ઉલ્લેખનીય છે કે જયારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે કેન્દ્ર અને ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં સુરક્ષા વધારવા કરાર મુજબ પોરબંદરમાં સુરક્ષા અને કોમર્શીયલ જેટી સાકાર કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં પોરબંદરથી દરીયાઇ માર્ગે આફ્રિકા - ઇન્ડોનેશીયા સહિત દુનિયાના અનેક દેશો સાથે વેપારથી જોડાયેલ હતું.
પોરબંદર અરબી સમુદ્ર અને કાંઠા વિસ્તાર વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને જરૂર જણાય ત્યાં સુરક્ષા ત્રુતિ દુર કરવાની જરૂર હોવાનું દેશ હિત માટેના સુરક્ષા સર્વેમાં ડેન્જર - ચાર્લી અને રોબર્ટ રોઝીએ જણાવ્યું છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
