News of Saturday, 10th May 2025
સાબદા રહેજો: યુદ્ધના તણાવ વચ્ચે કચ્છમાં સરહદી ગામોથી નાના મોટા શહેરો સુધી લોક જાગૃતિ માટે તંત્રની કવાયત
તંત્ર અને પોલીસ લોકોની વચ્ચે, ગભરાયા વગર સતર્ક રહી અને તંત્રની સૂચનાનું પાલન કરવા સમજાવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : પાકિસ્તાન તરફથી કચ્છમાં લગાતાર થઈ રહેલ ડ્રોન હુમલાઓ વચ્ચે હાઈ એલર્ટની પરિસ્થિતિથી લોકોને જાગૃત કરવા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. છેવાડાના રાપર તા.માં પાકિસ્તાનની સરહદ નજીક આવેલા ગામોમાં તંત્ર અને પોલીસ લોકોની વચ્ચે પહોંચ્યા હતા.
જ્યાં લોકોને સતર્ક રહેવા, બિન જરૂરી બહાર નહીં નીકળવા, બ્લેક આઉટનું પાલન કરવા અને ગભરાયા વગર કોઈ પણ શંકાસ્પદ હિલચાલ અંગે તંત્રને જાણ કરવા જણાવાયું હતું. તો મુન્દ્રામાં પણ તંત્ર અને પોલીસે સયુંક્ત રીતે હાઈ એલર્ટ અંગે લોકોને વાકેફ કર્યા હતા.
સાયરન વાગે ત્યારે સતર્ક રહી સરકારની સૂચનાનું પાલન કરવા. બિન જરૂરી બહાર નીકળવાનું ટાળવા, બ્લેક આઉટનો અમલ કરવા અપીલ કરાઈ હતી. મુન્દ્રામાં આજે બજારો બંધ રહી હતી. (તસવીરો: મુકેશ રાજગોર, રાપર/ રાજ સંઘવી, મુન્દ્રા)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
